रविवार, 4 अगस्त 2019

મુરારી પંડિત

મુરારી શાસ્ત્રી નો મધ્યસ્થી પંડિત તરીકે જયપુર ના ઇતિહાસ માં છે.જોધાબાઈ દ્વારા તેમનું સન્માન માનસિંહ રાજા વખત નું છે.ઘણું સુવર્ણ દ્રવ્ય સાથે તે ગુજરાત તરફ આવ્યા હતા.રસ્તામાં કેટલુંક લૂંટાઈ પણ ગયેલ.ડેરોલ પોતાનું મોસાળ હોવાથી આવેલ.તેમની પેઢી ભોંયરામાં ભજન કરી સંપત્તિ ને સાચવતી.કૃષ્ણજી રતનજી ભાનજી એમ ક્રમે પેઢી ચાલશે.ભાણજી નું મોસાળ જીવતરામ બમ બમ ને ત્યાં રાયગઢ માં થતું હોવાથી તે રાયગઢ આવી વસેલા.જીવતરામની યજમાન વૃત્તિ સજાપુર પણ હતી.જે તેમના ભાણેજ જીવણજી ને આપેલ.




બોલૂંદરા ની વાતો

મધોર પટેલ મના પટેલ નું ઘર બોલન્દ્રા માં હતુ.બાકી  ઠાકારડા ઓ રહેતા હતા.આ ઠાકારડા નો  મુખીઓ મધોર પટેલ ની પુત્રી સાથે પરણવા માંગતો હતો.અને તેના પર દબાણ કરતો હતો.તેથી મધોર બીજું નામ મનોર  પોતાના માથે સળગતી સગડી મુકીજુદા જુદા ઠાકોરો ને ટહેલ નાખી ફરવા લાગ્યો. પોતાની પુત્રી ને બચાવવા આજીજી કરવા લાગ્યો.રણાસણ ઠાકોર ને આ વાત માં તથ્ય લાગતા સગડી ઉતારી વચન આપ્યું.રણાસણ ઠા કોર ને 2 પુત્રો હતા.એ રાજપૂતો લઈ ને બોલુન્દ્રા પાર ચઢાઈ કરી.તેમના પુત્રો એ     ઠકારડા ઓ ને ભગાવી બોલુન્દ્રા કબ્જે કર્યું.તે પૈકી એક પુત્ર જીવન સિંહજી  એ બોલુન્દ્રા માં રાજ સાંભર્યું.આજે જીવણ પુર નું નામ તેમના નામ ના સંભારણા રૂપે છે.આ ઠાકોર ને જરૂર હતી વિદ્વાન બ્રાહ્મણ ગોર પંડિત ની.ધાર્મિક ઉત્સવ પંચાંગ તીથી ઉત્સવ મંદિર વી. માટે.એક વાર સિહોલ ગામ નિસિમ માં ઝાડ નીચે ભગવદ સ્મરણ માં લિન બ્રાહ્મણ મળ્યા.સુંદર શ્લોક દુર્ગા મંત્ર વિષ્ણુ નામ સાંભળી ઠાકોર પ્રસન્ન થયા.આ મુલાકાત અને વિદ્વતા થી પ્રભાવિત થતા તેમને બોલુન્દ્રા રાજ્યાશ્રય  આપયી.આ વિદ્વાન નું નામ જીવણજી. જે 
કૃષ્ણજી રતનજી મુરારી ના પુત્ર.

કૃષ્ણારામે જુના અને નવા આશ્રમ કર્યા તેથી બોલુન્દ્રા માં આજે ય આશ્રમ છે.આત્રેયભાઈ જાળવે છે. બચુકાકા ના સતિષભાઈ બોલુન્દ્રા તેમના પુત્ર સાથે જમીન ગો શાળા નું કાર્ય કરે છે.રાજેન્દ્રપ્રસાદ વ્યાસ કૌશમભ જ્ઞાન સેવા નામે ત્યાં શિક્ષણ સેવા દાન ના કામ  કરે છે. રાહુલ અજયભાઈ પણ છે. કેટલાક વૈષ્ણવો એ સ્કૂલ માં દાન કર્યા છે પણ ગામ છોડી દીધું છે.

પરમાનંદ કાકા  અને  ભવાની શંકર મોટો ભાગ બોલુન્દ્રા જ રહયા .
પુરુષોત્તમ,નરસિંહરામ,પ્રહલાદ,ઉઝમબેન એમ 4 સંતાનો દેવશંકર ના હતા.પ્રહલાદ બચપણ માં ઉટ પરથી પડવા થઈ મૃત્યુ પામેલ.નારસિંહદાદા ના પુત્ર શિવશંકર અને પુરુસોત્તમ વચ્ચે ઉંમર નો તફાવત બહુ ન હતો.ઘરમાં એક કોથળો રહેતો તેમાં બાપા તથા પુરુસોત્તમ કાકા જે કપડા ધોતિયા વગેરે પૂજામાં મળે તે માં નાખતા.પંદર દહાડે લગભગ આ ગવારો વહેંચી લેતા. આ કમાણી માં થી પરમાનંદને વૈદ્ય તૈયાર કરવો તેવું ગણિત હતું.
परमानंदजी  in USA





Today home in bolundra